Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નારણપુર ગામેથી દારૂની બાટલીઓ સાથે એક ઈસમ ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • August 01, 2021 

ઉચ્છલ તાલુકાનાં નારણપુર ગામમાંથી ઈંગ્લીશ દારૂની 14 બાટલીઓ સાથે એક ઈસમને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના આજરોજ સવારે ખાનગી વાહનમાં બેસી ગવાણ ઓપી વિસ્તારમાં  પ્રોહી. ગુન્હા અંગેની રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, નારણપુર ગામનાં ઝરાલી ફળિયામાં રહેતા માનસિંગભાઈ રામાભાઈ ગામીતએ વગર પાસ પરમિટે પોતાના દુકાનની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં એક કાપડની થેલીમાં ઈંગ્લીશ દારૂની કુલ 14 બાટલીઓ સંતાડી મૂકી હતી જે પોલીસ રેઈડમાં મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અતુલભાઈની ફરિયાદના આધારે માનસિંગ ગામીત વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application