Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભીતબુદ્રક ગામેથી દારૂની બાટલીઓ સાથે એક શખ્સ ઝડપાતા પોલીસે કાર્યવાહી કરી

  • August 04, 2021 

ઉચ્છલ તાલુકાનાં ભીતબુદ્રક ગામમાંથી દેશી દારૂની 12 બાટલીઓ સાથે એક ઈસમને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો સાંજે ખાનગી વાહનમાં બેસી  પ્રોહી. ગુન્હા અંગેની રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, ભીતબુદ્રક ગામનાં  પટેલ ફળિયામાં રહેતા સુરેશભાઈ ખેતીયાભાઈ ગામીતએ વગર પાસ પરમિટે પોતાના ઘરની બાજુમાં આવેલ પજારીના ભાગે એક કાપડની થેલીમાં દેશી દારૂની કુલ 12 બાટલીઓ સંતાડી મૂકી હતી જે પોલીસ રેઈડમાં મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દાનુભાઈની ફરિયાદના આધારે સુરેશ ગામીત  વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application