Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નારણપુર ગામે દારૂની 50 બોટલો સાથે એક ઈસમ ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • July 24, 2021 

ઉચ્છલ તાલુકાનાં નારણપુર ગામમાંથી દેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો શુક્રવારે સાંજે ખાનગી વાહનમાં બેસી ગવાણ ઓપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ફરતા-ફરતા નારણપુર ગામે આવતા અને પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે, નારણપુર ગામના ઉમરદા ફળિયામાં રહેતા ગજુભાઈ આદમભાઈ વસાવાએ વગર પાસ પરમિટે પોતાના ઘરની બાજુમાં આવેલ પજારીમાં દેશી દારૂ રાખેલ છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ રેઈડ કરતા એક કાપડની થેલીમાં દેશી દારૂની 50 બોટલ મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ આનંદભાઈની ફરિયાદના આધારે ગજુ વસાવા વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application