Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં મગરકુઈ ગામે જુગાર રમતા 9 ઈસમો ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • September 03, 2021 

વ્યારા તાલુકાના મગરકુઈ ગામના જાગૃતિ ફળિયામાં રહેતા, કૌશિકભાઈ લક્ષ્મણભાઈ ગામીતના ઘરની પાછળ કેટલાક ઈસમો ગંજીપાનાનો હારજીતનો તીન પત્તીનો જુગાર રમતા હોવાની અંગત બાતમીના આધારે એલ.સી.બી.ના પોલિસ સ્ટાફના માણસોએ સ્થળ ઉપર જઈ રેડ કરતા ઘરના ઓસરીના ભાગે ઘર માલિક સહીત 9 ઈસમો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે દાવ ઉપરના રોકડા રૂપિયા 1900/- તથા અંગઝડતીના રોકડા રૂપિયા 25,650/- મળી કુલ રૂપિયા 27,550/- તથા 5 નંગ મોબઈલ, 4 મોટરસાઈકલ આમ કુલ મળી રૂપિયા 1,15,550/-નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની કલમ મુજબની કાર્યવાહી કરી આગળની તપાસ વ્યારા પોલીસને સોંપવામાં આવી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application