મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા યુવાધનને યોગ તથા શારીરિક રીતે સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજી વપરાશના અભિગમથી “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ”ના અભિગમ સુધી લઇ જવાની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. કોરોના મહામારીના સંજોગોમાં સોશિયલ મીડિયા તથા વિડીયો ગેઇમ્સમાં કિંમતી સમય વેડફતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરી રમત-ગમત પ્રવૃતિઓ સાથે અન્ય રચનાત્મક પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરવા ખુબ જરૂરી છે.
જે અન્વયે યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી તથા યુવા વિકાસ અધિકારી કચેરી તાપી દ્વારા સંયુકત રીતે સુગમ સંગીત, લગ્નગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાન) લોકગીત/ ભજનની રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં જુદા-જુદા વય જુથ મુજબ કાલાકારો ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ સુધીના તેમજ ૬૦ વર્ષથી ઉપરના ઓપન વય જુથમાં ભાગ લઇ શકે છે. સ્પર્ધકે ઉપરોક્ત સ્પર્ધાની વિડિયો ક્લીપ તૈયાર કરી તા.૧૯-૦૮-૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધી જિલ્લા યુવા વિકાસ અધિકારીને બ્લોક નં-૬ પ્રથમ માળ, જિલ્લા સેવા સદન પાનવાડી વ્યારાને મોકલવાની રહેશે.
જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ.૧૦૦૦/- દ્રિતીય વિજેતાને રૂ.૭૫૦/- તૃતીય વિજેતાને રૂ.૫૦૦/- ઇનામ આપવામાં આવશે. રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૧૫૦૦૦/- તૃતીય વિજેતાને રૂ.૧૦૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫૦૦૦/- આશ્વાસન ઇનામો આપવામાં આવશે.
આ અંગે વધુ માહિતી માટે કચેરીનો સંપર્ક અથવા મો.નં-૯૯૭૮૩-૨૧૨૪૯, ૭૮૭૪૩-૪૭૯૨૭ ઉપર સંપર્ક કરવો. તથા “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ” યોજના અંતર્ગત ફેસબૂક પેજ https://www.facebook.com/mobile2sports અને યુ-ટ્યુબ ચેનલની લીંક https://www.youtube.com/channel/UCzsjR0vtHpN4rK_esnUaz-g ઉપરથી મેળવવા જિલ્લા રમત-ગમત અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500