મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ તાલુકાનાં જૂની સેલટીપાડા ગામની સીમમાં ગોડદા નદીની નજીકના રોડ ઉપર બે બાઈક વચ્ચે ગંભીર અક્સમાત સર્જાતા એકનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું અને બાકી તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢનાં જૂની સેલટીપાડા ગામે રહેતા મહેશભાઈ નારણભાઈ વસાવા (ઉ.વ.65) જે ખેતી કામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે અને જેઓ શુક્રવારે બપોરે તેમના સાળા અજયભાઈ ઘેમાભાઈ વસાવા સાથે પોતાના કબ્જાની મોટર સાઈકલ નંબર જીજે/19/કે/0758 લઈ આમલપાડા ગામે ઘંટી પર લોટ દળાવા માટે નીકળ્યા હતા. તે સમય દરમિયાન સોનગઢનાં સેલટીપાડા ગામની સીમમાં ગોડદા નદીની નજીકના રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે બાઈક નંબર જીજે/26/એએ/4176 હંકારી લાવતો રાજેશભાઈ પ્રતાપભાઈ વસાવા નાઓ સાથે ગંભીર અકસ્માત સર્જાતા મહેશભાઈને માથાના કપાળના ભાગે તેમજ નાક માંથી લોહી નીકળતા અને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને તેમની પાછળ બેસેલ અજયભાઈને ઈજા પહોચી હતી. જ્યારે બીજી બાઈક પર સવાર ચાલક રાજેશભાઈ પ્રતાપભાઈ વસાવા (રહે.લીંબી ગામ, મોટી પીપળ ફળિયું સોનગઢ) નાઓની સાથે સવાર તેમના પત્ની અનિતાબેન અને દિકરી જયશ્રીને પણ શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચતા તમામને 108ની મદદથી સોનગઢ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે નારણભાઈની ફરિયાદને આધારે સોનગઢ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application