Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતાં એકનું મોત

  • February 20, 2021 

તાપી જીલ્લાનાં ઉકાઈ નજીક લીમ્બી ગામના દંપતી સોનગઢથી ખરીદી કરી પોતાના ઘરે પરત જવા નીકળ્યા હતા. તે સમયે તાપી જીલ્લા ભવન ત્રણ રસ્તા પર ટ્રકે મોપેડને અડફેટે લેતાં પતિનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું જયારે મહિલા ઘાયલ થયા હતા.

 

 

 

ઉકાઈ નજીક આવેલા લીન્બી ગામનાં કુવરજીભાઈ વસાવા એકટીવા નંબર જીજે/26/એસ/2913 લઇને સોનગઢથી પરત લીમ્બી પત્ની ચૈત્રીબેન સાથે જતા હતા. તે દરમિયાન ઉકાઈ તાપી જલભવન ત્રણ રસ્તા પર પાછળથી આવતી ટ્રક નંબર જીજે/09/પી/7807એ પાછળથી અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કુંવરજીભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ચૈત્રીબેનને માથા,આંખ તથા પગના ભાગે ગંભીર ઈજા પહોચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. આ અકસ્માતની જાણ તથા પોલીસ ઘટના સ્થળે પહોચી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.      


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application