Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં આનંદપુર ગામે બાઈક સ્લીપ થતાં એકનું મોત, એક ઈજાગ્રસ્ત

  • November 22, 2021 

ઉચ્છલ તાલુકાના આનંદપુર ગામ નજીક એક બાઈક સ્લીપ થઈ જતાં ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા યુવકને સામાન્ય ઇજા પહોંચી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવાપુર તાલુકાના બેડકી ગામે રહેતાં જિતેન્દ્રભાઈ મુકેશભાઈ ગાવીત ખેતી કરી જીવન ગુજરાન ચલાવતા હતા અને જેઓ શનિવારે રાત્રે તેમનાં મિત્ર એવાં પિંકલ કમલેશ ગાવીત સાથે યુનિકોન બાઈક નંબર જીજે/26/એસી/1771 લઈ ઉચ્છલના મીરકોટ ખાતે આયોજિત એક લગ્ન પ્રસંગમાં ભાગ લેવા માટે આવ્યા હતા. રાત્રે 1.30 કલાકના અરસામાં લગ્નમાં જમી લીધા બાદ તેઓ પરત બેડકી જવા નીકળ્યા હતા.તે સમયે બાઈક ચાલક જિતેન્દ્ર મુકેશ ગાવીતે આનંદપુર ચોકડી નજીક આવેલ એક હોટલમાં નાસ્તો કરવા માટે બાઈકને સર્વિસ રોડ પર લીધી હતી. જયારે બાઈક સર્વિસ રોડ પર આવેલા દેવળ પાસેથી પસાર થઇ રહી હતી તે સમયે ચાલક જિતેન્દ્ર મુકેશ ગાવીતે બાઈક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઈકને થઈ જતાં બંને યુવકો રોડ પર પટકાઈ જતા ચાલક જિતેન્દ્રને માથામાં, કપાળમાં અને શરીરે ગંભીર ઇજા થઇ હતી જ્યારે પિંકલ ગાવીત જમણા પગના ઘૂંટણ પર ઇજા થઇ હતી જેથી બંને ઇજાગ્રસ્તને સારવાર માટે સોનગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબ બાઈક ચાલક જિતેન્દ્ર ગાવીતને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ઉચ્છલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application