Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવકનું મોત, બે યુવકને ઈજા

  • September 20, 2021 

ઉચ્છલ તાલુકાના નવી કાચલી ગામની સીમમાં અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવકને ગંભીર ઇજા થતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવકોને ઇજા થતાં તેમને સારવાર માટે વ્યારા ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ઉચ્છલ પોલીસે તપાસ શરૂ કરી હતી.

 

 

 

 

 

મળતી માહિતી અનુસાર, ઉચ્છલના આરકાટી ગામે રહેતા આખડીયાભાઈ વસાવા મજૂરી કરી જીવન ગુજરાન ચલાવે છે અને તેઓ પોતાના ઘર વપરાશ માટે બાઈક નંબર જીજે/26/ઝેડ/9825 વસાવેલ છે અને જે બાઈક ગત તા.18મી સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે તેમનો નાનો દીકરો શૈલેષભાઈ આખડીયાભાઈ વસાવા (ઉ.વ.19) પોતાના મિત્ર ધર્મેશભાઇને બેસાડી મહારાષ્ટ્રના વાગદા ગામે મુકવા ગયો હતો અને ત્યાંથી પરત પોતાના ગામ આરકાટી આવવા માટે નીકળ્યો હતો. તે સમયે બાઈક લઈ નારણપુરથી કરોડ જતા રસ્તા પર આવેલા નવી કાચલી ગામની સીમમાં થઈ પસાર થતા હતા તે દરમિયાન સામેથી આવતી એક બાઈક નંબર જીજે/21/એપી/0107ના ચાલકે પોતાની બાઈક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી શૈલેષભાઈની બાઇકને જોરદાર ટક્કર મારતા શૈલેષભાઈ અને સામેની બાઈક પર સવાર બે યુવકો રોડ પર પટકાતા તેઓને ગંભીર ઇજા થઈ હતી.

 

 

 

 

 

આ અકસ્માતમાં શૈલેષભાઈ વસાવાને ગળામાં અને છાતીના ભાગે તેમજ મોઢા પર ગંભીર ઇજા થઇ હતી જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ઉચ્છલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જયારે બાઈક પર સવાર બે યુવકોને પણ ગંભીર ઇજા થતાં તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે આખડીયાભાઈએ બાઈકના ચાલક સામે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application