સુર્યવંશી મનિષા/વ્યારા : વાલોડ પોલીસ સ્ટેશનાનાં કર્મીઓ બુધવારનાં રોજ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાલોડનાં ઈદગાહ ફળિયામાં રહેતા વિશાલભાઈ છોટુભાઈ રાઠોડના ઘરે ઇંગલીશ દારૂ રાખેલ છે જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ પર જઈ ટોર્ચનાં અજવાળથી ઘરમાં તથા ઘરની પાછળ પ્રોહી. અંગેની તપાસ હાથ ધરતા ઘરની પાછળ વાડાના ભાગે એક મીણીયાની કોથળીમાંથી ભારતીય બનાવટની દેશી દારૂની 11 નંગ બોટલો વગર પાસ પરમીટે મળી આવી હતી.જોકે પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો મુદ્દામાલ સુનીલ ગોવિંદ ગામીત (રહે.તૈયબપાર્ક સોસાયટી,વાલોડ) નાઓ આપી ગયેલ હોવાનું જણાવેલ હતું. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદનાં આધારે પકડાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધારી હતી, જયારે સુનીલ ગામીતને વોન્ટેડ જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application