સુર્યવંશી મનિષા /વ્યારા : તાપી એલસીબી પોલીસ આજરોજ સવારે ખાનગી વાહનમાં બેસી કાકરાપાર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, ઈન્દુ બ્રીજથી ચીખલવાવ તરફ આવતા રોડ પરથી એક બાઈક પર ઇંગલીશ દારૂનુ વાહન થનાર છે જે બાતમીના આધારે, પોલીસ ચીખલવાવ જાહેર ચાર રસ્તા પાસે વોચમાં હતી. તે દરમિયાન એક મોટરસાઈકલ નંબર જીજે/26/કે/8641 આવતા જોઈ તેને રોકી બાઈક ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ વિશ્વભાઈ ગંજીભાઈ ગામીત (રહે.નિશાળ ફળિયું, વડકુઈ ગામ, વ્યારા) હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરતા બાઈકના આગળના ભાગે એક કાપડના થેલામાં ભારતીય બનાવટનો ઇંગલીશ દારૂની 96 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 4800/- હતી. જોકે પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો ભડભૂંજા ગામનાં બસ સ્ટેશન ફળિયામાં રહેતી સુમિત્રાબેન સુમનભાઈ ગામીત પાસેથી લાવેલ હતો. આમ, પોલીસે દારૂની બોટલ અને બાઈક મળી કુલ રૂપિયા 20,800/-ઓ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ઈસમ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી મહિલાને વોન્ટેડ જાહેર કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application