Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોનાની ગતિને સંપૂર્ણપણે રોકવા માટે નવી ગાઈડલાઈન અમલમાં મુકાઈ

  • February 02, 2021 

વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત/ગુજરાત સરકાર ધ્વારા સમાયાંતરે કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરેલ છે. જે અનુસંધાને જિલ્લાની જાહેર જનતાની સુખાકારી, સલામતી તથા કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે ફરી કોવિડ-19ના કન્ટેઈન્મેન્ટ માટેની ગાઈડલાઈનની સમય મર્યાદા વધારવામાં આવી છે. તંત્રની સુચારૂ કામગીરીથી જિલ્લામાં વાયરસના ઝડપી સંક્રમણને અટકાવવામાં મોટી સફળતા મળી છે, છતાં લોકોની સુરક્ષાને ધ્યાને લઈ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.જે. હાલાણીએ એક જાહેરનામું બહાર પાડી નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-34, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-33(1) અને 37(3) હેઠળ વાયરસના સંક્રમણને અટકાવવા તેમજ કન્ટેઈન્મેન્ટ ઝોનમાં લોકડાઉનની ચુસ્તપણે અમલવારી માટે કેટલાક નિયંત્રણો મુકવા ફરમાવ્યું છે.

 

 

જાહેરનામાં મુજબ કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં એસઓપીનું પાલન કરવું તથા સામાજિક, શૈક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ તથા other congregation/large gathering સંદર્ભે સોશિયલ ડિસ્ટન્સિંગ તથા તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે સાથે હોલ, હોટેલ, બેન્કવેટ હોલ, રેસ્ટોરેન્ટ, ઓડીટોરિયમ, કમ્યુનીટી હોલ, ટાઉન હોલ, જ્ઞાતિની વાડી વિગેરે જેવા બંધ સ્થળે તેની ક્ષમતાના 50%ની મર્યાદામાં સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે.

 

 

સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે માસ્ક પહેરવા તથા થર્મલ સ્કેનીંગ, ઓક્સિમીટર, સેનેટાઈઝરની સગવડતા પૂરી પાડવાની રહેશે. સ્ટેજ, માઈક, સ્પીકર તેમજ ખુરશીઓને સમયાંતરે સેનેટાઈઝ કરવાના રહેશે. હેન્ડ વોશ અને સેનેટાઈઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે તથા સમારંભ દરમિયાન થૂંકવા તેમજ પાન-મસાલા, ગુટખાના સેવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે.

 

 

લગ્ન/સત્કાર સમારંભ જેવા પ્રસંગો સંબંધમાં ખુલ્લા તથા બંધ સ્થળોએ, ક્ષમતાના 50%થી વધુ નહી પરંતુ મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં જ સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે. આ અંગે Digital Gujarat Portal પર જે તે સંદર્ભે ઓનલાઈન અરજી કરવાની રહેશે. મૃત્યુ બાદની અંતિમ ક્રિયા/ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા રહેશે. પાર્ટી પ્લોટ, ખુલ્લા મેદાનો, સોસાયટીના કોમન પ્લોટ તથા અન્ય ખુલ્લા સ્થળોએ થતી પ્રવૃતિઓ માટે પણ ઉપરોક્ત મુજબ નિયમો લાગુ પડશે. રાજ્યમાં આવેલા ધાર્મિક સ્થળો, હોટેલ અને રેસ્ટોરેન્ટ, આતિથ્ય એકમો, શોપિંગ મોલ, કચેરીઓ સંદર્ભમાં કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તા.04.06.2020ના હુકમથી બહાર પાડવામાં આવેલ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

 

 

સિનેમા હોલ તથા થિયેટર સંદર્ભે Ministry of Information & Broadcasting, સ્વિમિંગપૂલ સંદર્ભમાં Ministry of Youth Affairs & Sports તથા એક્ઝીબીશન હોલ સંદર્ભમાં Department of Commerce એમ ત્રણેય વિભાગો દ્વારા કેન્દ્રિય ગૃહ મંત્રાલયના પરામર્શમાં બહાર પાડવામાં આવનાર એસઓપી અન્વયે રાજ્યના માહિતી અને પ્રસારણ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ તથા ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ઉક્ત જે કોઈ સૂચનાઓ પ્રસિદ્ધ થાય તથા SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

 

 

આ જાહેરનામું તા.૦૧/૦૨/૨૦૨૧ થી તા.૨૮/૦૨/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. જેની ચુરસ્તપણે અમલવારી કરવાની રહેશે તથા જિલ્લા વહીવટીતંત્ર તથા સ્થાનિક સત્તામંડળોએ નિયત Containment Measuresનું ચુસ્તપણે સમગ્રતયા પાલન કરવાનું રહેશે. તંત્ર નાગરિકોની સુખાકારી અને સુરક્ષાને ધ્યાનમાં લઈને સુચારૂ રીતે કામગીરી કરી રહયું છે અને દિશાનિર્દેશો જાહેર કરી રહયું છે જેથી જિલ્લામાં કોરોના વાયરસને જડમૂળ થી સમાપ્ત કરી શકાય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application