Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નગરપાલિકાએ બજાર વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું

  • April 10, 2021 

ગુજરાત રાજ્યમાં કોવિડ-૧૯ના સંક્રમણની વર્તમાન પરિસ્થીને ધ્યાને લેતા સરકારની માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. તાપી જિલ્લામાં આ નિયમોનું કડક પાલન થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અવારનવાર જાહેર અપીલ કરવામાં આવે છે.

 

 

 

 

આ બાબતોને ગંભીરતાથી ન લેનારાઓ તથા કોવિડ -૧૯ નિયમોનું પાલન ન કરતા દુકાનદાર, ઈસમોનું વ્યારા નગરપાલિકા બજાર  વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં માસ્ક ન પહેર્યું હોય, સામાજિક અંતર ન જાળવ્યું હોય, દુકાનોમાં સેનીટાઇઝર ન રાખ્યું હોય તેવા કોવિડ -૧૯ નિયમોનું પાલન ન કરતા દુકાનદારો તથા જાહેર નાગરિકો વિરૂદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

 

 

 

 

વ્યારા મામલતદાર બી.બી.ભાવસારના જણાવ્યાનુસાર, તારીખ ૮ અને ૯ એપ્રિલ દરમિયાન વ્યારા પોલિસ દ્વારા માસ્ક ન પહેરનારા નાગરિકો પાસેથી કુલ –૨૭ હજાર રૂપિયાનો ડંડ વસુલ કરાયો છે. તથા આઇપીસીની કલમ ૧૮૮ હેઠળ ૨૩ કેસો નોધવામાં આવ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાના વિસ્તારમાં કોવિડ -૧૯ નિયમોનું પાલન ન કરતા દુકાનદારો પાસેથી કુલ-૨૬૦૦ રૂપિયાનો ડંડ વસુલ કરવામાં આવ્યો છે. આ કામગીરી વ્યારા મામલતદાર, પોલીસ ઇન્સ્પેકટર-વ્યારા નગરપાલિકાના કર્મચારીઓની આગેવાની હેઠળ સંયુક્ત રીતે કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application