વ્યારા તાલુકાના પનિયારી ગામની સીમમાં જમીનની માપણી કરવા આવેલા કર્મચારીને ખેડૂતે જમીન પોતાની હોવાનું કહી માપણી કરવાની ના પાડી તેમજ કર્મચારી સાથે બોલાચાલી કરી તેના હુમલો કર્યો હતો, જે બાબતે કર્મચારી દ્વારા સરકારી ફરજ પર રૂકાવટ કરાતા વ્યારા પોલીસે હુમલો કરનાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ કેસ વ્યારા સેશન્સ કોર્ટમાં ચાલી જતા હુમલો કરનાર વિરુદ્ધ સક્ષમ પુરાવા અને સરકારી વકીલની દલીલને ધ્યાને લઈ નામદાર ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ બદ્રી કમલકુમાર દસોંદીએ હુમલા કરનાર ઈસમને તકસીર વાર ઠેરવી 6 માસની સાદી કેદ અને દંડ ભરવાનો હુકમ કર્યો હતો.
બનાવની વિગત એવી છે કે, વર્ષ 2015માં વ્યારા તાલુકાના પનિયારીમાં ગામમાં એક જમીન બ્લોક નં.135 તથા 136ની માપણી કામગીરી કર્મચારી વિપુલ ચૌહાણ ગયા હતા. જે દરમિયાન પરેશભાઈ ગામીત સ્થળ પર આવીને કર્મચારીને કહ્યું કે, જમીન અમારી છે, તમે કેમ અહીં માપણી કરવા કેમ આવ્યા કહી છો કહી તેમજ ઉશ્કેરાય ગયા હતા અને વિપુલ ચૌહાણને મારમારી ફરી માપણી કરવા આવશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, જેના પગલે ફરજમાં રુકાવટ ઉભી કરનાર પરેશ પુનીયાભાઇ ગામીત વિરુધ્ધ કર્મચારી વિપુલ સોનજી ચૌહાણે વ્યારા પોલીસ ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે આ પ્રકરણમાં પોલીસે તપાસ કરી કેસની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દીધું હતું જેથી ગતરોજ આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા તથા સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ નામદાર જજ ચીફ કોર્ટનાં ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ બદ્રી કમલકુમાર દસોંદી દ્વારા આરોપી ઈસમ પરેશ પુનિયા ગામીત (રહે.પનિયારી તા.વ્યારા) નાને ક્રીમીનલ પ્રોસીઝર કોડની કલમ 248(2) અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ 332 તથા 323 હેઠળ તકસીરવાન ઠરાવવાનો હુકમ કર્યો છે. આરોપી પરેશ ગામીતને કલમ 332 અન્વયે 6 માસની સાદી કેદની સજા તેમજ રુપુયા 3 હજારનો દંડ, જો દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવાની રહેશે. જ્યારે કલમ 323 અન્વયે ત્રણ માસની સાદી કેદની સજા તેમજ રૂપિયા 500નો દંડ, જો દંડ ન ભરે તો વધુ 15 દિવસની સાદી કેદ જ્યારે ઈજા પામનારને કલમ 357 મુજબ રૂપિયા 2 હજાર વળતર સ્વરૂપે ચુકવી આપવાનું રહેશે. આરોપીએ બંને કલમો હેઠળ ફરમાવવામાં આવેલ કેદની સજા એકી સાથે ભોગવવાનો હુકમ કરાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500