તાપી જીલ્લામાં દિન-પ્રતિદિન વધતાં જતાં કોરોના સંક્રમણ કેસોને ધ્યાનમાં લઈ વ્યારા નગરપાલિકા દ્વારા તા.15મી એપ્રિલ થી 21મી એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
વ્યારા સહિત જીલ્લામાં વધતાં જતાં કોરોના સંક્રમણને વ્યારા નગરપાલિકા દ્વારા નગરજનો અને વેપારીઓને લાઉડ સ્પીકરથી જાહેર અપીલ કરવામાં આવી હતી અને આગામી એક અઠવાડીયા સુધી વ્યારા નગર સંપૂર્ણપણે બંધ રાખવા જણાવ્યુ હતું. તારીખ 15 થી 21 એપ્રિલ દરમિયાન નગરમાં ફક્ત જીવન જરૂરિયાતની દુકાનો જેવી કે, શાકભાજી, ફ્રૂટ તેમજ દૂધ અને દવાની દુકાનો જ ચાલું રહેશે. જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટ સંપૂર્ણપણે બંધ રાખવા કહ્યું હતું અને નિયમનો ભંગ કરનારા સામે કડક અને દંડનીય પગલાં લેવામાં આવશે મુજબનું જણાવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application