વ્યારા નગરનાં કુંભારવાડમાં રહેતા રહીશોએ તાપી જીલ્લા કલેકટર કચેરી ખાતે હાટબજારને લીધે અવર-જવરમાં ઉભી થતી અડચણો તથા અનેક પ્રશ્નો ઉભા થતા હોવાથી હાટબજાર અંગે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાની માંગણી સાથે જીલ્લા કલેકટરને રજૂઆત કરી હતી કે, શાકભાજી માર્કેટમાં વારંવાર અણબનાવ જેવા કે, મારામારી, રકઝક થતી રહે છે.
સ્થાનિક રહીશોના વાડામાં નાની-મોટી ચોરીઓ પણ થાય છે અને ટ્રાફિક સમસ્યા તથા દબાણને લીધે સથાનિક રહીશો સરળતાથી બહાર પણ નીકળી શકતા નથી. સ્થાનિક રહીશોને ધાક-ધમકી પણ આપતી હોવાથી ભયનો માહોલ વ્યાપેલો રહે છે. શાકભાજી વેચાણ કર્તાઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવા અંગે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતા કોઈ કાર્યવાહી થઈ નથી, ત્યારે તાત્કાલિક પગલા લેવાની માંગણી રહીશોએ કરતા જીલ્લા કલેકટર એ નગરપાલિકાના અધિકારીઓને જરૂરી સુચન કરવાની ખાતરી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500