ઉચ્છલ તાલુકાના ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે એવાં આક્ષેપ સાથે તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા ઉચ્છલ મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ સંદર્ભે જો સાત દિવસમાં યોગ્ય પગલાં ભરવામાં ન આવે તો દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
ઉચ્છલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને તાલુકા પંચાયત સભ્ય તથા આદિવાસી સામાજિક કાર્યકર્તા સહિતના આગેવાનોએ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી અને તેમાં જણાવ્યા પ્રમાણે, તાલુકાના તમામ ગામોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે આવા ગેરકાયદે દારૂના વેચાણના કારણે ભવિષ્યમાં લઠ્ઠા કાંડ સર્જાવાની શક્યતા છે. તાલુકાના યુવકો અને વિદ્યાર્થીઓ આવા દારૂ જેવા ગંભીર દૂષણનો ભોગ બની રહ્યા છે ત્યારે ઉચ્છલ તાલુકામાં દારૂબંધીનો કડક અમલ કરવામાં આવે અને દારૂ વેચતા ઈસમો સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી માંગણીઓ પત્રમાં કરવામાં આવી હતી. ગામડાઓમાં દારૂના વેચાણ ના કારણે સ્થાનિકોનું શોષણ થઈ રહ્યું છે અને આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે જેથી આ સંદર્ભે આવનાર સાત દિવસમાં યોગ્ય કાર્યવાહી ન થાય તો આગેવાનો પ્રજાને સાથે રાખીને દારૂના અડ્ડા પર જનતા રેડ કરવાની ચીમકી આપી હતી. ઉચ્છલ પોલીસ યોગ્ય પગલાં ભરે અને તાલુકામાં દારૂના અડ્ડા તાકીદે બંધ કરાવે એ જરૂરી છે. ઉચ્છલ મામલતદારને કરેલ રજૂઆતની નકલ તાપી જિલ્લા એસ.પી. કલેકટર અને રેંજ આઈ.જી.ને પણ મોકલી હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application