નિઝરના ચમારહાટી ફળિયાના બે મિત્રો કમલેશભાઈ જંગલસિંહ ગામીત તથા સચિનભાઈ બીજુભાઈ પાડવી ગતરોજ સવારના 9 કલાકે દૂધ લેવા માટે હિંદહાટી ફળિયામાં નામદેવભાઈની દુકાને ગયા હતા. તે દરમિયાન ત્યા હાજર જીતેશભાઈ સંજયભાઈ પાડવી, કાલુસીંગભાઈ ગુલાબભાઈ પાડવી, અજયભાઈ કોસરિયાભાઈ પાડવી અને સચિનભાઈ રાજુભાઈ પાડવી (રહે.ચમારહાટી ફળિયું, નિઝર) નાઓ એ ટોળું કરી કમલેશ તથા સચિનને કહ્યું કે, અમારા ફળિયામાં કેમ આંટા મારવા આવો છો કહી ઝઘડો કરવા લાગ્યા હતા. જયારે આ ઘટનાની જાણ થતા ચમાર હાટી ફળિયાના મનેશભાઈ ધરાસિંગભાઈ વસાવા (ઉ.વ.22) તથા તેમના મોટા ભાઈ કિશનભાઈ ધરાસિંગ વસાવા સ્થળ ઉપર પહોંચી મામલો શાંત કરવાની કોશિશ કરતા હતા.
તે દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા જીતેશભાઈ તથા અન્યોને કિશનભાઈને પકડી ઢીક્કામુક્કીનો માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ અન્ય લોકોએ છોડાવાની કોશિશ કરતા ચારેય શખ્સ સ્થળ ઉપરથી થોડે દુર જઈને છુટ્ટા પથ્થર ફેંકવાનું ચાલુ કર્યું હતું. સચિનભાઈએ છુટ્ટો પથ્થર ફેંકતા જે મનેશભાઈને માથામાં વાગતા તેઓ લોહીલુહાણ થતા હતા. જયારે જીતેશભાઈ પથ્થર મારતા કિશનભાઇને પણ માથાના ભાગે વાગતા સાથે જેઓને માથા ઉપર લાકડીનો ફટકો પણ માર્યો હતો. આમ, ગંભીર રીતે ઘવાયેલા બંને ભાઈઓને નિઝર સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી કિશનભાઈને વધુ ઈજા હોવાથી નંદુરબારની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી મારામારી અને પથ્થરો મારો કરનાર ચાર ઈસમો સામે નિઝર પોલિસ મથકે મનેશભાઈ પાડવીએ ફરિયાદ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500