ઉચ્છલ તાલુકાનાં નારણપુર ગામમાંથી પોલીસે દેશી દારૂનો મુદામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો રવિવારે મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી ગવાણ ઓપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ફરતા-ફરતા નારણપુર ગામે આવતા અને પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે, નારણપુર ગામના સાવરપાડા ફળિયામાં રહેતા દરજુભાઈ કિકાભાઈ ગામીતએ વગર પાસ પરમિટે ઘરની બાજુમાં આવેલ ખુલ્લી પજારીમાં દેશી દારૂનો મુદ્દામાલ રાખેલ છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ રેઈડ કરતા દેશી દારૂનો મુદ્દામાલ એક પ્લાસ્ટિકની કેનમાં મળી આવ્યું હતું, જયારે દરજુ ગામીત હાજર ન રહેતા તેને વોન્ડેટ જાહેર કરવામાં આવેલ છે. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અતુલભાઈની ફરિયાદના આધારે વોન્ડેટ દરજુ ગામીત વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application