વ્યારાના તાલુકાના આસપાસના વિસ્તારમાં અવાર-નવાર દીપડો નજરે પડતા હોય છે જેથી જે તે વિસ્તારના લોકોમાં ભય જોવા મળે છે. જયારે શનિવારના રોજની વાત કરીએ તો વ્યારાના વાઘઝરી ગામમાં રહેણાંક વિસ્તારમાં રમેશભાઈ ગામીતના ઘરે દીપડાએ કોઢરમાં વાછરડાનો શિકાર કર્યો હતો. જોકે પશુ-પાલકની સજાગતાને કારણે શિકાર લીધા વગર દીપડો ભાગી ગયો હતો. પરંતુ દીપડો ગામમાં આવાને પગલે ખેડૂતો અને પશુપાલકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. દીપડાને પકડવા માટે વ્યારા વન વિભાગની ટીમને જાણ કરાતા આરએફઓએ ટીમને મોકલી દીપડો જ્યાં નજરે ત્યાં મરઘીના મારણ સાથે પાંજરું મુકી દેવાયું હતું. જેથી રાત્રી દરમિયાન મરઘી ખાવાની લાલચમાં 4 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ હતી. આમ, વનવિભાગએ દીપડીનો કબ્જો લઈને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી દેવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application