ઉચ્છલ તાલુકાના વડપાડાભીંત ગામમાં રહેતા પ્રિયાબેન ઉલ્લેશભાઈ ગામીત સરકારી એસ.ટી. નિગમની બસ નંબર જીજે/18/વાય/9991માં જવા નીકળ્યા હતા. ત્યારે બસ ચાલક મીરાભાઈ ગામીત પોતાની બસ નિઝર રૂટ પર ફેરો મારવા ગયા હતા. આ બસ ઉચ્છલ-નિઝર હાઈવે પર આવેલા વડપાડાભીંત ગામની સીમ માંથી પસાર થતી હતી ત્યારે અચાનક જમણી સાઈડના પાછળના ભાગનું ટાયર ધડાકા સાથે ફાટ્યું હતું. આ બનાવમાં બસમાં જમણી સાઈડની 27 નંબરની સીટ પર બેઠેલા પ્રિયાબેન ગામીતને ટાયર ઉપર અને સીટની નીચે ફિટ કરવામાં આવેલા પ્લાઈવુડની પ્લેટ તૂટીને જમણા પગમાં અને શરીરના અન્ય ભાગોએ વાગતા તેમને સારવાર અર્થે દવાખાને લઈ જવામાં આવ્યા હતા. બનાવ અંગે પ્રિયાબેન ઉચ્છલ પોલીસે મથકે બસના ચાલક એવા મીરાભાઈ સામે ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application