વાલોડના કહેર ગામે બે દિવસ પહેલા સરદાર ફળિયામાં રાત્રીના સમયે દીપકભાઈ પરભુભાઈ ચૌધરીના મકાનનાં કોઢારમાં પ્રવેશ કરી દીપડાએ વાછરડા પર હુમલો કરવા જતા પશુપાલકો ઊઠી જતાં અને લાઈટો સળગાવતા વાછરડાએ તથા અન્ય પશુઓએ અવાજ કરતા દીપડો વાછરડા પર સાધારણ ઇજાઓ કરી દીપડો ભાગી છુટયો હતો. ત્યારબાદ ગત રાત્રીના સમયે સરદાર ફળિયામાં રહેતા રમેશભાઈ નારસિંગ ચૌધરીના ઘર નજીક બે દીપડા એક સાથે આવી ચઢયા હતા. પરંતુ ઘરના સભ્યો જાગતા હોય બંને દીપડાઓ લટાર મારી જતા રહ્યા હતા અને સતત બે દિવસથી કહેર ખાતે એક જ ફળિયામાં દીપડો દેખાતા કહેર ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ લોકો રાત્રીના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જોકે, સરપંચ રાજુભાઈ રાઠોડે વનવિભાગને જાણ કરી છે. વનવિભાગે આ બંને દીપડાઓને પકડવા માટે મારણ સાથે પાંજરા મૂકે તેવી લોક માંગ ઉઠી છે. (ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application