ડોલવણ તાલુકાનાં ગારવણ ગામમાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે એક મહિલાને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ડોલવણ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી પ્રોહી. ગુન્હા અંગેની રેઈડમાં નીકળેલા હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, ગારવણ ગામનાં ડુંગરી ફળિયામાં રહેતી, કંચનબેન ધીરુભાઈ ભીલએ વગર પાસ પરમિટે પોતાના ઘરની પજારીના ભાગે સંતાડી મુકેલ દેશી દારૂનાં મુદ્દામાલ સાથે પોલીસ રેઈડમાં ઝડપાઈ ગયી હતી. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ શરદભાઈની ફરિયાદના આધારે મહિલા વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application