Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મકાનો/બંગલાઓમાં કામ કરનારાઓની વિગત પોલીસ સ્ટેશન તથા મામલતદારને આપવી

  • October 28, 2021 

મકાન માલિકનો વિશ્વાસ મેળવી મિલકત તથા શરીર સંબધીના ગુના આચરવાના બનાવોને ધ્યાનમાં લઇ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ જાહેર જનતાની શાંતિ અને સલામતી માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. જાહેરનામાં દ્વારા તાપી જિલ્લામાં મકાનો/બંગલાઓમાં કામ કરતા ઘરઘાટી, નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી કામ કરતા હોય કે હવે પછી કામ માટે રાખવાના હશે તો મકાન માલિકે પોતાનું નામ, મોબાઈલ નંબર તથા સરનામાં સહિતની માહિતી કામે રાખેલા નોકર, ડ્રાઈવર, રસોઈયાઓ, વોચમેન, માળીની સંપૂર્ણ વિગત સાથે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.

 

 

 

 

 

 

જેમાં કામે રાખેલ નોકરનું પૂરૂ નામ ઓળખ ચિન્હો, હાલનું પૂરૂ સરનામું ટેલીફોન નંબર, નોકરનું મૂળ વતન તેનું ટેલીફોન સહિત સરનામું, નોકરને રાખ્યાની તારીખ, કોના ભલામણથી તથા ઓળખાણથી કામે રાખવામાં આવેલ છે તથા તેનું પણ નામ, સરનામું ટેલીફોન નંબર સહિત અને નોકરના બે ત્રણ સગા સબંધીના નામ સરનામા તેના ફોટા સહિત વિગત દિન-૭મા જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને આપવાની રહેશે. આ હુકમ તા. ૨૫/૧૨/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application