Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભડભૂંજા ગામનાં એક દુકાન માંથી વિદેશી દારૂની 360 બોટલો મળી, મહિલા વોન્ટેડ

  • October 27, 2021 

ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો સોમવારે મળસ્કે બીટ વિસ્તારમાં પ્રોહી.ગુન્હા અંગેની રેડમાં નીકળેલ હતા. તે સમયે ખાનગી બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે ઉચ્છલના ભડભૂંજા ગામનાં નદી ફળિયામાં રહેતી મહિલા સુમિત્રાબેન સુમનભાઈ ગામીતના દુકાનમાં વગર પાસ પરમિટે બે સફેદ કોથળામાંથી ભારતીય બનાવટ વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની 360 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 21,600/- હતી. જોકે પોલીસની રેડ જોઈ મહિલા અંધારોનો લાભ ઉઠાવી ભાગી છુટી હતી. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ આનંદબહભાઈની ફરિયાદના આધારે મહિલા વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application