Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડા : ખેડૂતોને સિંચાઈની અપૂરતી સુવિધાઓ હોવાથી આવેદનપત્ર અપાયું

  • September 09, 2021 

તાપીના કુકરમુંડા તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા ગુજરાત રાજ્યના ખેડૂતોઓને અનેક સમસ્યાઓ સતાવી રહી છે. જેનો અંત આવે તે હેતુથી મામલતદાર મારફતે મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કુકરમુંડા તાલુકો ઉકાઈ અસરગ્રસ્ત ટ્રાયબલ વિસ્તાર છે. કુકરમુંડાના અનેક લોકોની જમીન ઉકાઈ જળાશય માટે સરકારએ સંપાદિત કરેલ છે છતાં ખેડૂતોને સિંચાઈની અપૂરતી સુવિધા હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

 

 

 

 

 

જમીનનુ જે પ્રમોલગેશન થયુ છે તે રિસર્વે કરવા અંગે અને ખાસ અમારા તાલુકામાં ઘણા ગામોના જમીનનું પ્રમોલગેશન થયુ જ નથી તે તાત્કાલીક ખેડૂતોને વિશ્વાસમાં રાખી કરાવવા અંગે, ઉકાઈ સંપાદીત જમીનોનુ જે પ્રમોલગેશન થયુ છે. અમારા વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ જે ખેડૂતોને નવી લાઈન આપી વીજ જોડાણ આપવાનું થાય છે. તે ખૂબ જ મંથરગતીને કામ ચાલતુ હોવાથી ખેડૂતો સિંચાઈની સુવિધા વગર મુશ્કેલી મુકાયા છે. સત્વરે વીજળીનું કામ થાય તેમજ વીજ કંપની દ્વારા ખેડૂતોને વીજળી 10 થી 12 કલાક મળવી જોઈએ. ઉપરોક્ત એવા અનેક પ્રશ્નોનું નિરાકરણ સરકાર જો તાત્કાલિક ન લાવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલનનો કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application