તાપીના ડોલવણ તાલુકાનાં કાકડવા ગામમાં આવેલા પટેલ ફળિયા કાકડવા શાળામાં એક વાલીવર્ગ દ્વારા ઇકો ફ્રેન્ડલી વર્ગખંડનું નિર્માણ કરતાં નવતર અભિગમ અપનાવીને શેરી શિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો અને વાલીઓ હાજર રહ્યા હતા અને નવતર પ્રયોગની શરૂઆત કરી હતી.
હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં પ્રાથમિક શિક્ષણ મેળવતાં બાળકો શિક્ષણથી વંચિત રહી ન જાય એવાં આશયથી કાકડવાના રાજેશભાઈ નટુભાઈ ચૌધરી દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં નવતર અભિગમ અપનાવીને શેરી શિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિધિવત રીતે શૈક્ષણિક સંકુલ ઘરમાં જ ઉભું કર્યું હતું જેમાં પટેલ ફળિયામાં બાળકો ઈકો ફ્રેન્ડલી વર્ગખંડમાં 25 બાળકો અભ્યાસ કરી રહ્યા છે શિક્ષણની શરૂઆત કરી હતી. કાકડવા ગામમાં શૈક્ષણિક ઇકો ફ્રેન્ડલી વર્ગખંડનું નિર્માણ કાકડવા પરિમલ ફળિયામાં શેરી શિક્ષણ, મહોલ્લા શિક્ષણના પ્રસંગે, સીઆરસી જયંતિભાઈ કોંકણી, શાળાનાં આચાર્ય નીરુબેન, ઉપશિક્ષક ઉમેશભાઈ પટેલ, રાજેશભાઈ ચૌધરી સહિતના ગામજનો હાજર રહ્યા હતા અને શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજેશ ચૌધરીએ જણાવ્યું કે, પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવતા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે ઘર આંગણે શિક્ષણ મળવું જોઈએ એવી ઈચ્છા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500