અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 73માં સ્થાપના દિવસ નિમિત્તે તેમના દ્વારા તાપી જિલ્લાના વ્યારા ખાતે સેવા વસ્તીમાં જઈ સ્વામી વિવેકાનંદ આંગણવાડીમાં બાળકોને નોટબુક, કંપાસ, દેશીહિસાબ, સ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જીલ્લા ગુજરાત પ્રાંત પ્રાઈવેટ યુનિવર્સિટી સહસંયોજક, ABVP તાપી જીલ્લા સંયોજક, સહસંયોજક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વ્યારા નગર કાર્યવાહ, ભાજપ જીલ્લા મહામંત્રી, વ્યારા નગર મંડળ પ્રમુખ, નગરપાલિકા સભ્ય, મંત્રી અને આંગણવાડીના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500