તાપી નેશનલ સ્ટુડન્સ યુનિયન ઓફ ઇન્ડીયાના વ્યારાના પ્રમુખ જાદવ અવિનાશ તેમજ કાર્યકર્તાઓએ વ્યારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર આપતા જણાવ્યું હતું કે, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની સામે આવેલું પીકઅપ બસ સ્ટેશન ખંડેર બનતા વિધાર્થીઓ જેનો ઉપયોગ કરી શકતા નથી જે અંગેની રજુઆતને ધ્યાનમાં લઈ નગરપાલિકા દ્વારા સ્ટ્રીલનો ઉપયોગ કરી આજુબાજુની દીવાલો ખુલ્લી શેડ ટાઈપ બનાવવામાં આવી હતી. પરંતુ વ્યારા સરદાર ચોક ખાતે પાકા મકાન મુજબનું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે.
વ્યારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સામે પાકું મકાન સમાન બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તો વરસાદી માહોલમાં વિધાર્થી એસ.ટી.ની રાહ જોતી સમયે પોતાના પાઠ્યપુસ્તકો સહિતની સાધન સામગ્રી ભીંજાતા બચાવી શકાશે. કોલેજમાં જિલ્લાનાં જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી વિધાર્થીઓ અહી અભ્યાસ અર્થે આવે છે, ત્યારે વિધાર્થીઓને અધતન એવું પીકઅપ બસ સ્ટેન્ડ પૂરું પડવાની તેમજ બસ સ્ટેન્ડનું નામ બિરસામુંડા મહાનક્રાંતી કરી આપવામાં આવે તેવી માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application