ડોલવાન તાલુકાનાં ઉમરકચ્છ ગામમાં એક ખેડૂતના કોઢારામાં દિપડોએ બકરી ઉપર હુમલો કર્યો હતો અને મોતને ઘાટ ઉતારી દેતાં ફફડાટ ફેલાયો છે. ડોલવણના ગ્રામ્ય વિસ્તારોમાં દિપડાઓ બેખોફ રીતે ફરી રહ્યા છે. દિવસ દરમિયાન ગમે તે સમયે ખેતરમાં તથા રહેણાંક વિસ્તારમાં આવી પહોંચતાં લોકોએ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે જેથિએ રહેણાંક વિસ્તારમાં દિપડો નજરે પડતાં લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે.
ડોલવણના ઉમરકરછ ગામ નહેર ફળિયામાં રહેતા, ઉકાજીભાઈ બાલુભાઈ ગામીતના કોઢારામાં બે બકરી પર હુમલો કરતા એકનું મોત થયુ હતુ, જ્યારે બીજી બકરી પર પગનાં ભાગે ગંભીર ઈજાગ્રસ્ત થયું હતું. આ ઘટના સ્થળે સરપંચ રવિન્દ્ર ચૌધરીએ આર.એફ.ઓ.ને જાણ કરતાં ફોરેસ્ટર ઈશ્વરભાઈ ચૌધરીએ સારવાર માટે પશુ ચિકિત્સક ડો.નૈતિક ચૌધરીએ નિદાન કરી પંચકયાસ કરી ખેડૂતને વળતર મળે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application