Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લક્ઝરી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત

  • July 25, 2021 

વાલોડ-બારડોલી રોડ ઉપર શિકેર ગામની હદમાંથી રાત્રે લક્ઝરી બસની અડફેટે મોટરસાઈકલ ચાલક વ્યારા તાલુકાના ખાનપુર ગામના શખ્સનું મોત નીપજ્યું હતું.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાલોડ-બારડોલી રોડ ઉપર શિકેર ગામની હદમાંથી તા.22/07/2021ના રાત્રિના સમયે પુરઝડપે અને ગફલતભરી રીતે આવતી એક લક્ઝરી નંબર જીજે/19/યુ/9601ના ચાલકે એક સ્પ્લેન્ડર મોટરસાઈકલ નંબર જીજે/26/કે/7337ને અડફેટે લેતા તેના ચાલક હિમાંશુ જગુભાઈ ચૌધરી (ઉ.વ.34, રહે.ખાનપુર, તા.વ્યારા)ને ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બસ ચાલક આ અકસ્માત સર્જી ભાગી છુટ્યો હતો. આમ, પોલીસે ભાગી છુટેલ બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application