Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઇક સ્લીપ થઈ જતાં ધોરણ-12માં અભ્યાસ કરતા 1નું મોત, 1 ઘાયલ

  • March 06, 2021 

ઉચ્છલ તાલુકાનાં રાવજીબુંદા ગામે રહેતો મુકેશ દાસુભાઈ ગામિત (ઉ.વ.17) કે જે પલસાણા તાલુકાનાં પારડીપાતા ગામે આવેલ શ્રી.આર.એમ.પટેલ માધ્યમિક શાળામાં ધોરણ-12નો અભ્યાસ કરતો હતો. મુકેશ શાળામાં ધોરણ-12 બોર્ડ અંગે મિટિંગ હોય તેનો મોટોભાઈ તેના મામાના દીકરા સાથે બાઇક નંબર જીજે/26/આર/8817 લઈ સ્કૂલમાં આવ્યા હતા. ત્યારબાદ શાળાની મિટિંગ પૂરી થયા બાદ સવારે 11:30 વાગ્યાના અરસામાં મુકેશ બાઈકની ચાવી લઈ હું આવું છું તેમ કહી મિત્ર સુમીત નાઇક સાથે નીકળ્યો હતો.

 

 

 

મુકેશ પોતાની બાઈક પૂરઝડપે હંકારતા પૂણી ગામની સીમમાં તળાવ નજીક વળાંકમા બાઇક સ્લીપ થઈ ગઈ હતી. જયારે સર્જાયેલ આ અકસ્માતમાં મુકેશને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને સુમીતને ખભાના ભાગે ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application