Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં માણેકપોર પાસે ટેમ્પો પાછળ બાઈક ભટકાતા ચાલકનું મોત

  • February 21, 2021 

ઉચ્છલનાં માણેકપોર ગામ પાસે ટેમ્પો પાછળ બાઈક ભટકાતા બાઈક ચાલક યુવક નું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસ ને જાણ થતા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

મળતી માહિતી અનુસાર તા.19મી ફેબ્રુઆરીનાં રોજ ઉચ્છલ તાલુકાનાં નુરાબાદ ગામનાં લીમડા ફળીયામાં રહેતો 29 વર્ષીય સુલેમાનભાઈ જીવાલ્યાભાઈ ગામીત પોતાની બાઈક નંબર જીજે/26/જે/9593 લઈને માણેકપોર ગામનાં સીમમાંથી નિઝર-ઉચ્છલ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે સમય દરમિયાન એક આઈસર ટેમ્પો નંબર જીજે/05/એટી/2662નાં ચાલકે આઈસર ટેમ્પો રોડ ઉપર સિંગલ લાઈટ ચાલુ રાખ્યા વગર કે રોડ ઉપર બીજી કોઈ આડાસ રાખ્યા વગર અને રોડ ઉપર આવતા જતા વાહનોને અડચણ રૂપ થાય તે રીતે મૂકી ગયો હતો. ત્યારે સુલેમાનભાઈ પોતાની બાઈક લઈને આઈશર ટેમ્પોની પાછળ ભટકાતા તેમને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું જયારે બાઈક પાછળ બેસેલ અન્ય એક વ્યક્તિને શરીરે ઈજા પહોંચતા સારવાર ખસેડવામાં આવેલ હતો.આ અકસ્માત સર્જાયા બાદ ટેમ્પો ચાલક ભાગી છુટ્યો હતો.

 

 

 

 

આ બનાવ અંગે સુરેશભાઈ ભીલ્યાભાઈ ગામીતની ફરિયાદના આધારે આઈસર ટેમ્પોના ચાલક વિરુદ્ધ ઉચ્છલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાધ ધરી છે.            


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application