તાપી જિલ્લાના ડોલવણ તાલુકા પંચાયત ખાતે કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં તાલુકા પંચાયત સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્યો, સરપંચો, ગામ પંચાયત સદસ્યો તથા ગામના નાગરિકો મળી બહોળી સંખ્યામાં ભાગ લઇ રસીકરણ કેમ્પને સફળ બનાવ્યો હતો. યોજાયેલા કેમ્પમાં ૩૪થી વધુ લોકોએ કોરોના પ્રતિરોધક રસી મુકાવી છે.
રસીકરણ પહેલા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલ તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ડોડિયા દ્વારા સભ્યોના રસીકરણ અંગેના સંશયોને દૂર કરીને જાહેર જનતાના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. વધુમાં ડોલવણ વિસ્તારના લોકો રસીકરણનો મહત્તમ લાભ લે તે માટે પ્રયત્ન કરવા અપીલ કરવામાં આવી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500