તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર કુકરમુંડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અન્ન અધિકાર અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કુકરમુંડા ખાતે યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.તુષાર ચૌધરી એ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર પોતાનું શાસન ચલાવવામાં નિષ્ફળ ગઈ છે. ગુજરાત રાજ્યમાં 1 લાખ લોકોનું કોરોનામાં ઓક્સિજનની અછતને કારણે મૃત્યુ થયું છે, લાખો લોકોએ રોજગારી પણ ગુમાવી છે. ભાજપ સરકાર ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરી 5 વર્ષ પૂર્ણ ન થવા છતાં અધવચ્ચે ઉજવણી કરી રહી છે. અન્ન સુરક્ષા યોજનાની વાત કરતા જાણવા મળ્યું છે કે, સોફ્ટવેર હેક કરીને 62 હજાર કુટુંબોનું અનાજ કાળા બજારીયા વેચી ખાઈ ગયા છે, તેવા દુકાનદારો સામે આ સરકારે કોઈ જ પગલા લીધા નથી. સરકાર આવી ઉજવણીમાં ખોટા ખર્ચા બંધ કરી રહી છે.
દેશ અને રાજ્યમાં આજે મોંઘવારી આસમાને પહોંચી છે. જીવન-જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતો રહ્યો છે. એક તરફ બેરોજગારી અને બીએજી તરફ મોંઘવારી વચ્ચે જનતા દુઃખી છે, ત્યારે મોંઘવારીને અંકુશમાં લાવવામાં સરકાર નિષ્ફળ જતા જનજીવન અસ્તવ્યસ્ત છે. ગેસ સીલીન્ડરના ભાવ એટલા વધ્ય કે આદિવાસી વિસ્તારમાં લોકો ગેસ સીલીન્ડર ભરવી શકતા નથી. લોકોને રાહતદરે પુરતું અનાજ, કેરોસીન, સમયસર મળી રહે તેવું સરકારે આયોજન કરવું જોઈએ. ભાજપા દ્વારા 1 ઓગસ્ટથી આ ઉજવણીનો કાર્યક્રમ કરી નાણાંનો બગાડ કરવામાં આવે છે, તો અમે પણ આ ઉજવણી બધ થશે ત્યાં સુધી તેનો વિરોધ કરીશું.
આમ, કાર્યક્રમમાં બેનરો, પોસ્ટરો તથા સુત્રોચાર સાથે રસ્તા ઉપર રેલી સ્વરૂપે નીકળેલ કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓને કુકરમુંડા પોલીસે અટકાવી ગુજરાત રાજ્યના કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રદેશ પ્રમુખ ડો.તુષાર ચૌધરી, ધારાસભ્ય સુનીલ ગામીત, તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભીલાભાઈ ડી. ગામીત, તાલુકા પ્રમુખ તુલસી માનસિંગભાઈ વળવી તથા કાર્યકર્તા, ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યો મળી કુલ 26 લોકોને પોલીસે ડીટેઈન કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500