આગામી વર્ષાઋતુમાં તાપી જિલ્લામાં કુદરતી આપત્તી જેવી કે ભારે વરસાદ, વાવાઝોડુ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા માટે તાજેતરમાં કલેક્ટર આર.જે.હાલાણીના અધ્યક્ષસ્થાને બેઠકમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા લેવામાં આવનાર પગલાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં જિલ્લા અને તાલુકા ક્ક્ષાએ ડિઝાસ્ટર ટીમ દ્વારા કંટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત રાખવામાં આવશે, વરસાદ માપક યંત્ર, બચાવ કામગીરીના સાધનોની ચકાસણી, તાલુકામાં આશ્રય સ્થાનો પર પાણી, ફૂડ પેકેટસ, દવાઓની યોગ્ય વ્યવસ્થા, ઉકાઇ જળાશયના કિનારે અને ઉપરવાસમાં સહેલાણીઓ અને સ્થાનિકો માટે હેલ્પલાઇન નંબર સાથેના ભય સુચક સાઇન બોર્ડ લગાવવા, ડેમ સાઇટને લગતી પુરતી વ્યવસ્થા, જિલ્લા અને તાલુકામાં પુરગ્રસ્ત ગામોની યાદી બનાવી, સરપંચ-તલાટી સાથે મળી સ્થળાંતર માટેની વ્યવસ્થા, જિલ્લામાં તમામ ગટરો અને નાળાની સફાઇ, હોર્ડીંગ્સ બેનર હટાવવા, જર્જર્રીત મકાનો ખાલી કરાવવા, રોગચાળો ફાટી ન નીકળે તે માટે જરૂરીયાત મુજબ દવાનો જથ્થો ઉપલબ્ધ કરાવવો, હોસ્પિટલો, પીએચસી, સીએચસમાં ડીજી સેટની વ્ય્વથા સંભવિતપૂર અસરગ્રસ્ત ગામોમાં રાહત સામગ્રી ઝડપથી પહોચી રહે તે માટેની વ્યવસ્થા, જનજીવનને નુકશાન થાય તેવા જર્જરીત મકાનો-બાંધકામોને દુર કરવા, વીજ-ટેલીફોન લાઇનોની આસપાસના વૃક્ષનું ટ્રીમીંગ, નદી-નાળાઓ, વોટર લેવલ ઇન્ડીકેટર બનાવવા, ચોમાસામાં એસ.ટી.બસો બસો ચાલુ રહે, બંધ થયેલ રોડ અને નુકશાનની વિગતો આપવી, પીવાના પાણીની પુરતી વ્યવસ્થા, જર્જરીત ટાંકીઓની મરામત, ભારે વરસાદના કારણે પાકોને થયેલ નુકશાન અંગે સર્વે, જરૂરીયાતમંદ લોકોને રાહત સામગ્રીનું વિતરણ વગેરે બાબતોની અંગે આગોતરા આયોજન અંગે સમીક્ષા કરી સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારી-કર્મચારીઓને તેમના ખાતાને લગતી કામગીરી અંગે પૂરતુ આયોજન કરી કામગીરી સમયસર થાય તે જોવાની ખાસ તાકીદ કરાઇ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500