ઉચ્છલનાં નારણપુર ગામમાંથી દેશીદારૂ બનાવવા માટેનું ગોળ મહુડાના રસાયણ ઝડપી પાડ્યું હતું. જોકે આ મામલે એક ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો બુધવારે મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી ગવાણ ઓપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે, નારણપુર ગામના મોટી નીરગુડી ફળિયામાં રહેતા બાબુભાઈ ઉકળ્યાભાઈ વળવીએ દેશીદારૂ બનાવવા માટેનું ગોળ મહુડાનું રસાયણ પજારીના ભાગે રાખેલ છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ રેડ કરતા ગોળ મહુડાનું રસાયણ મળી આવ્યું હતું, જયારે બાબુ વળવી હાજર ન મળી આવતા તેને વોન્ડેટ જાહેર કરવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અતુલભાઈની ફરિયાદના આધારે બાબુ વળવી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application