Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Update : આખરે વાલોડમાં ઓફલાઈન અનાજ વિતરણ શરૂ કરાયું

  • September 04, 2021 

વાલોડ ખાતે સસ્તા અનાજની દુકાનોમાં અનાજ ન આપતા ઓફ્લાઈન અનાજ આપવાની સગવડ કરવામાં આવી છે. ચાર-ચાર દુકાનો એક જ મકાનમાં કાર્યરત હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. વાલોડ ખાતે ગ્રાહક ભંડાર સંચાલિત એકથી ચાર સુધીની ચાર સસ્તા અનાજની દુકાનો હોવા છતા વાલોડ ખાતે એક જ દુકાન કાર્યરત છે. જેમાં ઓગસ્ટ માસનું અનાજ ગુજરાત સરકાર દ્વારા મોડું વિતરણ થતા લોકો સવારથી દુકાનના ઓટલે આવી બેસી રહેતા હતા અને તા.27મી ઓગસ્ટથી શરૂ થયેલા અનાજનું તા.31મી સુધી વિતરણ કરવામાં આવતું હતું પરંતુ ગ્રાહકોને ચાર દુકાનોની કુપન ત્રણ દિવસથી કાઢવામાં આવતી ન હતી.

 

 

 

 

લાભાર્થીઓને ત્રણ દિવસનો આક્રોશ હદ બહાર પહોચતા અને અનાજ ન મળતા લાભાર્થીઓ મામલતદાર કચેરીએ સરઘસ લઈ જવાની સમસ્યાને વાલોડ મામલતદાર કચેરીના અધિકારીઓએ ઉપરી અધિકારીઓની દોરવણી હેઠળ અનાજ વિતરણ ઓફલાઈનમાં કરવા અનાજ આપવાની મંજૂરી લઈ સવારથી અનાજ વિતરણ પૂરા તાલુકામાં શરૂ થયું હતું. પરંતુ ખાસ કરીને વાલોડ એકથી ચાર દુકાનોનું અનાજ વિતરણ એક જ મકાનમાંથી થતું હોય જેથી લાભાર્થીઓના ટોળેટોળાં વળ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application