Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોરખડી સખી મંડળની બહેનો ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવી આત્મનિર્ભર બન્યા

  • September 06, 2021 

સરકારની ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની યોજના આજે સાચા અર્થમાં તાપી જિલ્લામાં સાકાર થઇ રહી છે. એમ જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયાએ વ્યારા ખાતે સખી મંડળોને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ નેશનલ રૂરલ લાઈવ્લીહૂડ મિશન અંતર્ગત આ સખી મંડળને રૂપિયા ૭ લાખનો ચેક એનાયત કરાયો હતો. જેના નાણાં તેમના ખાતામાં જમા થઈ ગયા હતા. જે નાણાંથી આ બહેનો નાના ગૃહ ઉદ્યોગો શરૂ કરી શકશે. ગણેશજીની પ્રતિમા વેચાણ માટે આ બહેનોને મુશ્કેલી હતી. જે સુરત ચેમ્બર ઓફ કોમર્સ સાથે બેઠક કરીને તે મુશ્કેલી દુર થઇ ગઈ છે અને તમામ મૂર્તિઓ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખરીદી લેવામાં આવતા સો ટકા વેચાણ થઈ ગયું ત્યારે સખી મંડળની આ બહેનોએ અત્યંત ખુશી વ્યક્ત કરી હતી.

 

 

 

 

 

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા સખીમંડળની બહેનોને તાલીમ આપવામાં આવી હતી. તેમજ ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. બોરખડી ગામના સ્નેહા સખી મંડળ અને કૈવલકૃપા સખી મંડળની બહેનોએ નાળીયેર (શ્રીફળ)ના રેસા માથી ઈકો ફ્રેન્ડલી ગણેશજીની કલાત્મક મૂર્તિઓ બનાવી અને સખીમંડળના બહેનો વહીવટીતંત્રના સહકારથી આર્થિક સધ્ધરતાના માર્ગે જઈ રહ્યા છે.

 

 

 

 

 

સ્નેહા સખી મંડળના જયશ્રીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, પહેલા અમે ખેતરમાં મજૂરીકામ કરતા હતા. સો રૂપિયા મજૂરી મળતી હતી અને અમે તાલીમ લઈને સજ્જ બન્યા છીએ અમને માર્કેટીંગનો પ્રશ્ન નથી. સારી રીતે કામ કરીએ છીએ. અમને સારી મદદ મળી રહી છે. હજુ અમે સારૂ કામ કરશું. સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના મીષભાઈ કાપડિયાએ જણાવ્યું હતું કે મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. ટ્રાઈબલ વિસ્તારના યુવાનો, બહેનો ખૂબ સારૂ કામ કરે છે. તેમની પ્રોડક્ટ લોકલ ટુ ગ્લોબલ સુધી પહોંચાડી એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવીશું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application