ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ગામના નિશાળ ફળિયામાં રહેતો, રાહુલભાઈ આશિષભાઈ વસાવા(ઉ.વ.19) અને રુત્વિકભાઈ મનીષભાઈ ગામીત(ઉ.વ.18) બંને સાંજના સમયે સ્પ્લેન્ડર પ્લસ બાઈક લઈને ઉચ્છલ નિઝર હાઈવે રોડ ઉપર બાબરઘાટ ગામની સીમમાંથી પસાર થતા હતા.
તે સમય દરમિયાન પુરઝડપે આવતો આઈસર ટેમ્પોએ બાઈકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાહુલ વસાવાને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને રુત્વિક ગામીતને જમણા હાથે ફ્રેકચર તથા સામાન્ય ઈજોઓ થઈ હતી.
બનાવ અંગે મનીષભાઈ દરજીભાઈ ગામીની ફરિયાદના આધારે ટેમ્પો ચાલક ભરતભાઈ ઈશ્વરભાઈ કુંભાર વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500