Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાજીપુરામાં ભાવસાર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

  • February 25, 2021 

બારડોલી તાલુકાના માણેકપોર ગામમાં વડીલ સ્વ.હરગોવિંદભાઈ ઘેલાભાઈ ભાવસારના સ્મરણાર્થે તેમના પુત્ર અનિલભાઈ (ભીખાભાઇ) ભાવસાર દ્વારા સમાજના યુવાનો માટે હરગોવનદાદા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બાજીપુરા ખાતે કર્યું હતું. જેમાં ફાઇનલ મેચમાં નવસારી ઇલેવન વિજેતા બની હતી.

 

 

 

આ કાર્યક્રમમાં અનિલભાઈ(ભીખાભાઇ) ભાવસાર અને પરિવારજનો દ્વારા ઉપસ્થિત રહેલા વિવિધ  વિસ્તારના સમાજના આગેવાનોને અને મેચ રમવા આવેલા ખેલાડીઓનું સન્માન કર્યું હતું. જે બાદ હરગોવનદાદા ક્રિકેટ ટુર્નામેન્ટને મહેમાનોના હસ્તે શ્રીફળ વધેરી  ટુર્નામેન્ટ ચાલુ કરાઈ હતી. બાજીપૂરા ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં માણેકપોર, વાંસદા, વલસાડ, બારડોલી, નવસારી ,સુરત, હરીનગર (સુરત)અને મહુવા(બારડોલી) વિસ્તારમાં આઠ ટીમોના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતા. જેમાં ફાઇનલમાં બારડોલી અને નવસારી ઇલેવન વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં નવસારી ઇલેવન પ્રથમ બેટીંગ કરી 120 રન બનાવ્યાંહતા જેના જવાબ માં બારડોલી ઇલેવન 90 રન બનાવી દેતા દ્વારા ફાઇનલ મેચમાં નવસારી ઇલેવન વિજેતા બન્યા હતા. ટુર્નામેન્ટને નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. (શૈલીબેન વાંસિયા દ્વારા વાલોડ)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application