Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં બે યુવકો દ્વારા યુવતીની છેડતી કરી અપહરણ કરવાની કોશિશ

  • March 23, 2021 

વ્યારાના બેડકુવાદુર ગામના આંબલી ફળિયામાં રહેતો રાહુલ શૈલેષભાઈ ચૌધરી તથા ચાપાવાડીના ભાઠી ફળિયાના રહેવાસી ગણેશ ગણપતભાઈ ગામીત છેલ્લા એકાદ વર્ષથી એક યુવતીનો પીછો કરી છેડતી કરી હેરાન કરતા હતા. યુવતી વ્યારાના જીલ્લા સેવા સદન ખાતેના બ્લોક નંબર-10 પાસેના પાર્કિંગમાં પોતાનું મોપેડ પાર્ક કરતી હતી.

 

 

 

તે સમય દરમિયાન એક સફેદ કલરની ફોરચુનર ફોર વ્હીલરમાં આવેલા બે યુવકો પૈકી એક યુવક રાહુલ ચૌધરીએ નીચે ઉતરી યુવતી પાસે આવી પાછળથી કમરના ભાગે અચાનક પકડી લઈ, આજે તો તને લઈ જ જવાનો છું એમ કહીને ખેચી જઈ અપહરણ કરવાની કોશિશ કરી હતી. ત્યારે પોલીસે રાહુલ ચૌધરી અને તેની સાથેનો યુવક ગણેશ ગામીતની અટક કરી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application