કુકુરમુંડા તાલુકામાં આવેલા રાજપુર ગામના કિરણભાઈ રાયસિંગભાઈ વળવીનું લાકડા અને નળિયાવાળું કાચું ઘર સવારના આશરે પાંચેક વાગ્યાના અરસામાં ધરાશાયી થયું હતું. કાચું ઘર ધરાશયી થતા જ આજુબાજુના લોકોમાં દોડધામ મચી હતી. રાજપુર ગામના કિરણભાઈ રાયસિંહ વળવીએ સ્વખર્ચે પાકું ઘર બનાવા અંગે કામગીરી ચાલુ કરી હતી અને ત્યાં જ લાકડાનું નળિયાવાળું કાચું ઘર ઉભું કરી પરિવાર સાથે રહેતા હતા. જયારે સવારે પાંચેક વાગ્યાના અરસામાં અચાનક કુદરતી આફત આવતા તેમનું કાચું ઘર ધરાશાયી થઈ ગયું હતું, જેના લીધે ઘરમાં મુકેલી ઘરવખરીને નુકશાન કે પશુઓને સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાની જાણ ગ્રામ પંચાયતને થતા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી-કમ-મંત્રી દ્વારા ઘટના સ્થળે પહોંચીને સર્વેની કામગીરી હાથ ધરી હતી અને સર્વેનો રિપોર્ટ કુકુરમુંડા તાલુકા પંચાયતને આપવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application