કોરોના મહામારીને એક વર્ષથી વધુનો સમય પસાર થઈ ચૂક્યો છે. આ વાયરસે આખા વિશ્વમાં પગ પસારી લોકોને ભયભીત કરી દીધા છે. આવા સમયે કોરોના વોરીયર્સ તરીકે બેનમુન કામગીરી કરતા ફ્રંટ લાઇનર્સ લોકોને કોરોનાના સંક્રમણથી સુરક્ષિત રાખી સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ ઉપર નિયંત્રણ લાવી શક્યા છે. વધુમાં ભારતની કોરોના વાયરસની સ્વદેશી રસી કો-વેક્સિન આવતા લોકોના મનમાં શાંતિ સ્થાપિત થઇ છે. પરંતું ગામડાની ભોલીભાળી પ્રજા રસીકરણ અંગે જાગૃતતાના અભાવ તથા ગેરસમજને કારણે રસી મુકાવવા અંગે મુંઝવણ અનુભવી રહ્યા છે. આવા સમયે કોરોના ફ્રંટ લાઇનર્સ ફરી મેદાનમાં આવી ગયા છે.
કોરોના વાયરસની રસીકરણ અંગે લોકોમાં જાગૃતતા લાવવા તાપી જિલ્લામાં મહિલા સામખ્યની ટીમ દ્વારા સરાહનિય કામગીરી કરવામાં આવી રહી છે. નિઝર તાલુકામાં રૂમકીતલાવ ગામે કોવિડ-19 અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં કોરોના કવચ એવી વેક્સિનનું મહત્વ પણ સમજાવવી, કોરોનાથી ડરવાની નહી પરંતુ સવચેત રહેવાની જરૂર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. શહેરી વિસ્તારની સરખામણીએ ગામડાના લોકોમાં કોરોનાની વેક્સિન અંગે મુંઝવણો પ્રવર્તમાન હતી કે વેક્સિન મુકાવવી કે નહિ. પરંતુ મહિલા સામખ્યની ટીમ દ્વારા આપણા દેશમાં તૈયાર થયેલ વેક્સિન સંપૂર્ણ પણે સુરક્ષિત છે તે અંગે લોકોને સમજાવવામાં આવ્યા અને વેક્સિનના ફાયદા વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સી.આર.પી. ગિરેશ્વરીબેન દ્વારા લોકોને કોરોના રસીનું મહત્વ, તેની જરૂરિયાત તથા પોષ્ટિક આહાર સહિત વૈકલ્પિક માળખાઓ વિશેની જાણકારી આપી હતી. ઉપરાંત અરૂણાબેન, પદ્મીનીબેન સહિયારા પ્રયાસથી ૭૫ જેટલા સહભાગી લોકોને કોરોના અંગે તથા વેક્સિનના ફાયદા વિશે સમજ પુરી પાડવામાં આવી હતી. આ સાથે યોગા શિક્ષક વિનાયક વસાવા અને ભાગ્યશ્રીબેન દ્વારા લોકોને શારિરીક કસરત અને યોગનું મહત્વ સમજાવી આરોગ્ય પર તેની સારી અસરો વિશે પણ સમજ કેળવી પ્રાણાયમ અને અન્ય યોગ પણ શિખવાડવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500