વ્યારા માં ઉજવાતા ગણેશ ઉત્સવમાં 103થી વધુ શ્રીજીની પ્રતિમા વિસર્જન હાથ ધરાશે. જેમાં વિસર્જન નદીમાં ન થાય એ માટે વ્યારા નગરપાલિકા દ્વારા ખટારી ફળિયા ખાતે કૃત્રિમ તળાવ બનાવ્યુ છે, જેમાં મૂર્તિઓનું વિસર્જન કરશે.
કોરોના મહામારીના કારણે ગત વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી કરાઈ ન હતી. પરંતુ આ વર્ષે સરકાર દ્વારા વિવિધ મર્યાદા રાખી ઉજવણી મંજૂરી આપી હતી. વ્યારામાં ગણેશ ઉત્સવને લઈને ભારે આનંદ છવાયો હતો. વ્યારા નગરજનો દ્વારા નવ દિવસ સુધી શ્રીજીની પ્રતિમાઓની સેવા કરશે તેમને આરતી મહાપૂજા થાળ સહિત ધાર્મિક આયોજન કરી ઉજવણી કરશે ત્યારબાદ ભાવિક ભક્તો દ્વારા ગણેશજીની પ્રતિમાને શ્રદ્ધાપૂર્વક પાણીમાં વિસર્જન કરવામાં આવતું હોય છે, જેને લઇને વ્યારા નગરપાલિકા દ્વારા મૂર્તિઓના વિસર્જન માટે ખટારી ફળિયા ખાતે 8 ફૂટ ઊંડા અને 70 ફૂટ લંબાઈ ધરાવતા કૃત્રિમ ખાડો બનાવ્યો છે, જેમાં નગરપાલિકા દ્વારા પાણી ભરી દેવાયું છે જેમાં નાની પ્રતિમાઓ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાશે. નગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ નજીક લાઈટ, પોલીસ બંદોબસ્ત, સ્થાનિક તરવૈયાઓના મદદ સહિત સુવિધા સાથે સજ્જ કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500