વાલોડનાં ગામની હદમાંથી પસાર થતો સોનગઢથી સુરત તરફ જતા રોડ ઉપર સોમા કંપનીની હોન્ડા અમેઝ કાર નંબર જીજે/19/એબી/8588ને સામેથી પુરઝડપે આવતી સ્વીફ્ટ કાર નંબર જીજે/05/જે/4974નાં ચાલકે ટક્કર મારી હતી. પરંતુ કાર થોડી દુર જતા બંધ પડી જતા ચાલક કારને સ્થળ ઉપર મૂકી ભાગી ગયો હતો.
ત્યારબાદ હોન્ડા અમેઝ કરના ચાલક શાંતિલાલ ચૌધરીએ વાલોડ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર આવી કારની તપાસ હાથ ધરતા સ્વીફ્ટ કારનો રજીસ્ટ્રેશન નંબર ખોટો હોવા અંગેની જાણ થઈ હતી અને કારમાં દારૂ હોવાનું જાણ થતા પોલીસે કારને વાલોડ પોલીસ સ્ટેશને લાવી કારની તપાસ કરતા ગાડીની પાછળની સીટ ઉપર તથા સીટની નીચે ઈંગ્લીશ દારૂની કુલ 694 બાટલીઓ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 90,200/- હતો અને કારની કીંમત રૂપિયા 1 લાખ 50 હજાર મળી કુલ રૂપિયા 2,40,000/-નો મુદ્દમાલ જપ્ત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application