વાલોડ તાલુકાના બાજીપુરા ગામ માંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર-53 ઉપર આવેલા બસ સ્ટોપ પાસે બજાજા પલ્સર મોટરસાઈકલ નંબર જીજે/26/એએ/4953નો ચાલક સંજયભાઈ જગદીશભાઈ ઢોડિયા (ઉ.વ.25, રહે.માદર ફળિયું, વાલોડ) જે પોતાની બાઈક પુરઝડપે હંકારી લઈ આવતા અને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક રોડ પર આવેલા ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી જેથી પાછળ બેઠેલા અજય રાઠોડ (ઉ.વ.17) નાને શરીરે નાની-મોટી ઈજા પહોંચી હતી જયારે બાઈક ચાલક યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application