Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચાંપાવાડી ગામ પાસે 2 બાઈક વચ્ચે અકસ્માત થતા ટોકરવા ગામના યુવકનું મોત

  • August 10, 2021 

સોનગઢના ચાંપાવાડી ગામ પાસે 2 બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં 1 યુવકનું સ્થળ પરજ મોત નિપજ્યું હોવાનો બનાવ સોનગઢ પોલીસ મથકે નોંધાયો છે.

 

 

 

 

મળતી માહિતી અનુસાર, સોનગઢ તાલુકાના ચાંપાવાડી ગામના દેવળ ફળિયા પાસે તા.9 મી ઓગસ્ટે સોનગઢથી આહવા તરફ જતા માર્ગ ટીવીએસ અપાચે બાઈક નંબર જીજે/26/આર/5039ના ચાલકે પોતાની કબજાની અપાચે બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામેથી આવતી સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે/એએ/7498ને અથડાવી દેતા, બાઈક ચાલક રાકેશભાઈ રંગાભાઈ ગામીત (ઉ.વ.24) રહે.ટોકરવા ગામ, ઘાટ ફળિયું તા.સોનગઢ નાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પરજ મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતક યુવકના પિતા રંગાભાઈ ઠાકોરભાઈ ગામીતની ફરિયાદના આધારે ટીવીએસ અપાચે બાઈકના ચાલક સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application