ઉચ્છલ તાલુકાના નારાણપુર ગામમાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે એક મહિલાને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો મંગળવારે મોડી સાંજે પ્રોહી. ગુન્હા અંગેની રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, નારાણપુર ગામમાં રહેતી રીનાબેન દિલીપભાઈ વસાવાએ વગર પાસ પરમિટે પોતાના ઘરની બાજુમાં આવેલ પજારીનાં ભાગે એક પ્લાસ્ટિકના કેનમાં સંતાડી મુકેલ દેશી દારૂનાં મુદ્દામાલ સાથે પોલીસ રેઈડમાં ઝડપાઈ ગઈ હતી. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ જયંતિભાઈની ફરિયાદના આધારે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application