સુર્યવંશી મનિષા/વ્યારા : વાલોડ પોલીસ સ્ટાફમાં માણસો મંગળવારે બપોરના સમયે બુહારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, વાલોડનાં ગોલણ ગામનાં ચોર ફળિયામાં રહેતી ગીતાબેન ભૂલાભાઈ કોંકણીના દારૂનો જથ્થો ઉતારેલ છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જર રેડ કરી ઘરમાં તપાસ હાથ ધરતા વગર પાસ પરમીટે ઘરની પાછળના ભાગે આવેલ જાંજરામાં પુંઠાના બોક્ષ મળી આવ્યા હતા જે બોક્ષમાંથી સુગંધી દેશી દારૂની બોટલો 576 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 28,800/- હતી.ત્યારબાદ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા મહિલાએ જણાવ્યું હતું કે, મહેશ ઉર્ફે નાનકો (રહે.કણજોડ) અને યોગેશ કેશવ પટેલ (રહે.અંધાત્રીગામ)ના ઓએ દારૂનો મુદ્દામાલ પૂરો પાડ્યો હતો જેથી પોલીસે બંને ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આમ, પોલીસે દેશી દારૂની બોટલો અને 1 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 29,300/-નો મુદ્દામાલ કબ્જે કરી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application